જાપાનની કંપનીએ કર્મચારીઓને આપી દર અઠવાડિયે ત્રણ દિવસની રજા અને થઈ ગયો જાદુ

જાપાનમાં માઇક્રોસોફ્ટ દ્વારા ઓગસ્ટ મહિનામાં ખાસ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રયોગ અંતર્ગત કંપનીમાં કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા આપીને માત્ર ચાર દિવસ જ કામ કરાવવામાં આવ્યું હતું.

જાપાનની કંપનીએ કર્મચારીઓને આપી દર અઠવાડિયે ત્રણ દિવસની રજા અને થઈ ગયો જાદુ

નવી દિલ્હી : જાપાનમાં માઇક્રોસોફ્ટ દ્વારા ઓગસ્ટ મહિનામાં ખાસ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રયોગ અંતર્ગત કંપનીમાં કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા આપીને માત્ર ચાર દિવસ જ કામ કરાવવામાં આવ્યું હતું. કંપનીને આ પ્રયોગનો જબરદસ્ત ફાયદો થયો હતો અને એની ઉત્પાદનક્ષમતામાં 40 ટકાનો વધારો નોંધાયો હતો. આમ, કંપનીએ “Work Life Choice Challenge” પ્રોજેક્ટ હેઠળ કામ અને જીવન વચ્ચે સંતુલન સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો. 

આ પ્રયોગ અંતર્ગત કંપનીએ એના 2,300 કર્મચારીઓને શનિવાર અને રવિવાર સિવાય શુક્રવારે પણ રજા આપી હતી. આ સમય દરમિયાન કંપનીના પર્ફોમન્સમાં 2018ના ઓગસ્ટ મહિના કરતા 40 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ સિવાય કંપનીને સૂચનો મળ્યા છે કે મીટિંગ અને મેઇલ પર પસાર થતા સમયમાં ઘટાડો થવો જોઈએ અને કોઈ મીટિંગ 30 મિનિટ કરતા વધારે સમય ન ચાલવી જોઈએ. આ પ્રયોગથી કંપનીના ઇલેક્ટ્રિક વપરાશમાં 23.1 ટકાનો પણ ઘટાડો થયો છે. આ પ્રયોગથી ઉત્સાહિત થયેલી કંપની કર્મચારીઓ અને તેમના પરિવારની સુખાકારી માટે અલગઅલગ યોજનાઓ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. કંપનીના 92.1 ટકા લોકોએ પણ આ કામને વધાવી લીધો છે. 

સામાન્ય રીતે જાપાન એના કામના લાંબા કલાકો માટે જાણીતું છે. જોકે, આ પ્રયોગ પછી કંપનીના કર્મચારીઓએ સ્વીકાર્યું છે કે અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કામ કરવાથી કામનો સ્ટ્રેસ ઓછો થાય છે અને તેઓ વધારે હળવાશ અનુભવે છે. જાપાનની જેમ જ ન્યૂઝીલેન્ડની એક કંપનીએ 2018માં પ્રાયોગિક રીતે અઠવાડિયામાં ચાર દિવસમાં કામ કરવાનો પ્રયોગ કર્યો હતો જેને સફળતા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news